આપઘાત
:કેટલાક આંકડા
વિશ્વમાં દર ત્રણ સેકન્ડે એક વ્યક્તિ આપઘાતની કોશિશ કરે છે, અને દર ચાલીસ
સેકન્ડે એક વ્યક્તિ મરણ પામે છે.એકલા ભારતમાં વર્ષમાં લાખ હજાર લોકો આપઘાતથી મરણ
પામ્યા હતાં.દર વર્ષે વિશ્વમાં ૧૦લાખ્ લોકો આપઘાતથી મરણ પામે છે, વર્ષ ૨૦૨૦માં
૧૫ લાખ લોકો આપઘાતથી મરણ પામશે.મૃત્યુના પ્રથમ દસ કારણોમાં આપઘાતનો સમાવેશ થાય
છે.૧૮-૨૫ વરસ વરસની ઉંમરે થ્રુત્યુંના પ્રથમ ત્રણ કારણોમાં આપઘાતનો સમાવેશ થાય
છે.આપઘાત વિષે લોકજાગૃતિ માટે દર વરસે સપ્ટેમ્બરે વિશ્વ આપઘાત નિવારણ દિન નિમિત્તે
લોકો કેવી રીતે આપઘાત કરે છે?
આખા વિશ્વમાં
ગળે ફાંસો ખાવો એ આપઘાત માટે સૌથી વિશેષ પ્રચલિત રીત છે.ઝેરી દવા પીવી, બળી મરવું,
ડૂબી જવું કે ઊંચી જગ્યાએથી પડતું મૂકવું – આ રીતો આપને ત્યાં વધારે જોવા મળે છે .
જે દેશોમાં પિસ્તોલ સહેલાઈથી મળે છે ત્યાં પોતાની ઉપર ગોળી છોડી મરણ પામવું એ
વધારે જોવા મળતી રીત છે.
આપઘાત ખાસ કોણ કરે છે?
આપઘાત માટે જોખમી પરિબળો:
સ્ત્રીઓ કરતાં પુરૂષો 4 ગણા વધારે આપઘાતથી મરણ પામે છે
તરૂણ કે ઘરડા
ઉદાસીરોગ મુખ્ય પરિબળ
પહેલાં કોશિશ કરેલ હોય તો વધારે જોખમ્
દારૂનું સેવન અને વ્યસન્
ભ્રમ (Delusions) અને વિભ્રમ(Halluctination)
સામજિક ટેકો ન મળવો
આપઘાતની પાકી યોજના
§ એકલા હોવું: કુંવારા, વિધવા કે વિધૂર હોવું
§
લાંબા ગાળાની શારીરિક બીમારી
ઉદાસીરોગનાં
લક્ષણો:
પાંચ કે
તેથી વધારે લક્ષણો 2 અઠવાડિયાં કરતાં વધારે સમય માટે: પહેલાં બે માંથી એક :
1.મન ઉદાસ રહેવું
2.આનંદ- ખુશી ન થવી
3.વજન ઉતરી જવું
4, ઊંઘની તકલીફ
5. મન અને હલનચલન મંદ કે
ઝડપી
6.થાક કે અશક્તિ
7.પોતાના વિશે લઘુતાભાવ,
ગુનો કર્યો છે તેવી ખોટી લાગણી
8.એકધ્યાન ન રહી શકવું,
નિર્ણય લેવામાં તકલીફ
9.મરણ કે આપઘાતના વારે વારે
વિચારો
આપઘાતનું જોખમ કેટલું છે તે કેવી રીતે ખબર પડે?
1. વ્યક્તિ સાથે વાતચીત કરો. તે પોતાની ઉદાસી, હતાશા.તણાવ,
સંતાપ વગેરે લાગણીઓ તમારી આગળ વ્યક્ત કરે તે માટે તેને પ્રોત્સાહન આપો.. આ માટે પૂરતો
સમય અને મોકળાશ આપો.
2. આપઘાતનું જોખમ છે કે કેમ તે નીચેના પ્રશ્નો પૂછી જાણો.
આપઘાતના વિચારો વિશે પૂછવાથી વ્યક્તિ આપઘાત કરવા પ્રેરિત થાય છે એવી માન્યતા
ખોટી છે.
તે વ્યક્તિને
લાગશે કે તમે તેઓ સંતાપ કેટલો બધો હોઇ શકે તે તમે સમજો છો અને તમે એને મદદ કરી
શકશો.
જો કોઇ - હું મરી જવા માગું છું -એમ કહે તો એને ગંભીર
ગણો, જો તમને લાગે કે વ્યક્તિને આપઘાતનું જોખમ છે તો તાત્કાલિક માનસિક રોગના
નિષ્ણાતની સલાહ અને સહાય મેળવો.
જીવન કેવું લાગે છે?
તમને ક્યારેય એવું થાય છે કે, ‘આના કરતં તો મરી જાઉં તો સારું?’
તમને આપઘાતના વિચારો આવે છે?
તમે એને માટે કોઇ યોજના બનાવી છે?
તમારી પાસે આપઘાત માટે કોઇ સાધનો
છે?
તમે કદી આપઘાતની કોશિશ કરી છે?
તમે કોઇને આપઘાતની ઇચ્છા જણાવી છે?
આપઘાતના વિચારો તમે અમલમાં નહીં મૂકો એની મને
ખાતરી આપો છો?
આપઘાત કરી લો તો તમારાં
કુટુંબીજનો અને મિત્રોને શું અસર થશે?
તમારી સમસ્યામાં કોણ શું કરે તો
સારું?
આપઘાત કરવા માગતી વ્યક્તિને કેવી રીતે મદદ કરવી?
1.વ્યક્તિને એકલી ન રહેવા દો. જો આપઘાતનું
જોખમ હોય તો તમે સતત તેની સાથે રહો.. જો
તમે સાથે રહી શકો તેમ ન હોય તો બીજી કોઇ ટેકો આપી શકે તેવી વ્યક્તિને તેની સાથે
રાખો. આવો સાથ કટોકટી ભરેલી પરિસ્થિતિ દૂર ન થઇ જાય ત્યાં સુધી જરૂરી છે.
2. વ્યક્તિને માનસિક રોગના ડોક્ટર
પાસે કે ઇમરજંસીમાં હોસ્પિટલમાં લઇ જાઓ. 108 નંબર ટેલીફોન કરી ઇમરજંસી એમ્બુલંસ બોલાવો.
3. જો વ્યક્તિ દારૂ કે નશીલાં
દ્રવ્યોનું સેવન કરતી હોય તો તે બંધ કરાવો.
4. વ્યક્તિ સાથે વાતચીત કરો. ટીકા
કર્યા વિના તેને સાંભળો. એને માન આપો. એની લાગણીઓને અવગણી ન કાઢો. સમસ્યા પૂરેપૂરી
સમજ્યા વિના ઝટપટ સલાહ ન આપો.
5.આગળ જતાં સારું થશે એવો સધિયારો
આપો.
આપઘાત કાયદાવિરૂદ્ધ છે?
હા,આપઘાત અને તેની કોશિશ ભારતીય ફોજદારી કાનૂન મુજબ કાયદાવિરૂદ્ધ અને સજાને
પાત્ર ગૂના છે.આપને કાયદો કરીને માનસિક સંતાપ ન થાય એમ કરી શકતા નથી ,તે જ રીતે
કાયદાને લીધે જ કોઈ ને આપઘાત કરતાં રોકી શકાતા નથી.મોટેભાગે તો કાયદાકીય જોગવાઈને
લીધે આપઘાત કરતાં બચી ગયેલ વ્યક્તિ અને તેના સ્વજનોને ખરાબ અનુભવોમાંથી પસાર થવું
પડે છે.
શું આપઘાત ચેપી છે?
આપઘાત કરવા માગતી વ્યક્તિને કોણ મદદ કરી શકે?
આપને સૌ આપઘાત
કરવા માગતી વ્યક્તિને સમાજ,લાગણીના ટેકા
તેમજ વ્યવહારુ મદદથી સહાય કરી શકીએ છીએ.માનસિક રોગના નિષ્ણાતો,ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો
,તાલીમ પામેલ કાઉન્સેલર, ટેલિફોન હેલ્પલાઈન, સામાજિક કાર્યકર, નર્સ,શિક્ષકો તથા
ધાર્મિક વડાઓ આપઘાત અટકાવવામાં ખાસ મદદ કરી શકે છે.
માનસિક રોગ નિષ્ણાત કેવી રીતે મદદ કરી શકે?
આપઘાત કરનારા લગભગ ૯૦ ટકા લોકો તીવ્ર માનસિક સંતાપ કે
માનસિક રોગથી પીડાતા હોય છે.ખાસ કરીને ઉદાસીરોગ,દ્વિધ્રુવી રોગ,દારૂ અને નશીલા
દ્રવ્યોનું સેવન, સ્કીઝોફ્રેનીયા અને બોર્ડરલાઈન વ્યક્તિત્વ રોગ વગેરે માનસિક રોગ
ધરાવતી વ્યક્તિને આપઘાતનું જોખમ વધારે
છે.આ બધા જ રોગો દવાઓ તથા માનસિક ચિકિત્સાથી મટી શકે તેવા છે.આ રોગોની સારવારથી
આપઘાત ટાળી શકાય છે.
આપઘાતની કુટુંબીજનો અને મિત્રો પર શી અસર થાય
છે?
કોઈ વ્યક્તિ આપઘાત કરી લે છે તો એનાં કુટુંબીજનો,મિત્રો અને સાથીઓ એવા ઓછામાં
ઓછાં સાત જણના જીવન ઉપર ઘણી વિપરિત અસર થઇ શકે છે.આપઘાતને કલંકરૂપ ગણવામાં આવે છે
તેથી તેઓ પોતાનો શોક મુક્ત રીતે વ્યક્ત કરી શકતા નથી અને એકલતા અનુભવે છે.’બીજા
લોકો આપઘાત માટે મને જવાબદાર ઠેરવશે’ એવા દરને લીધે તેઓ બીજાઓ સાથે આ અંગે વાત
કરવાનું તાલે છે અને ગૂંગળામણ અનુભવે છે.માનસિક સંતાપ, શોક,ગુસ્સો,વિશ્વાસ્ભાન્ગની
લાગણી, ’મારે લીધે જ એને આપઘાત કર્યો’ એવી દોષિત હોવાની લાગણી ,પસ્તાવો,મૂંઝવણ
વગેરે વિવિધ લાગણીઓ થાય છે.’અમે આટલી સંભાળ લીધી તોય એને બચાવી શક્યા નહીં’ એવી
હતાશાની લાગણી પણ થાય છે.બનાવ પછી તેમને બીજી વ્યક્તિઓ સાથે નિકટતાપૂર્ણ સંબંધો
બાંધવામાં તકલીફ પડે છે.
અમુક સ્થળે આપઘાતથી મરણ પામેલા લોકોના સ્વજનો સ્વસહાય સમુદાયો ચલાવે છે.આ
સમુદાયોમાં આપઘાતથી મરણ પામેલા લોકોના સ્વજનોમળે છે,પોતાના અનુભવો,લાગણીઓ અને
સમસ્યાઓ રજૂ કરે છે.આ પ્રક્રિયામાં તેઓ એકબીજાને ઉષ્માભર્યો ટેકો આપે છે.આવા
સમુદાયો સમાધાન ન થયું હોય એવી લાગણીઓનો બોજ દૂર કરવામાં મદદ કરી શકે છે.
ટેલિફોન કાઉન્સેલિંગ કે હેલ્પલાઈન કેવીરીતે
કામ કરે છે?
તમે ફોન કરી
અજ્ઞાત રહી કાઉન્સેલર સાથે વાતચીત કરી શકો છો.કટોકટીના સમયે નિષ્ણાત સાથે વાતચીતથી
ફાયદો થઇ શકે છે.પોતાની અથવા સ્વજનની સમસ્યા કેવીરીતે દૂર કરવી તેનું માર્ગદર્શન
મળી શકે છે.
જો સંતોષ ન થાય
તો તરત જ માનસિક રોગના નિષ્ણાતને ઇમર્જન્સીમાં મળી શકાય. તમારે સમસ્યાઓ ખૂબ વધી
જાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.વહેલામાં વહેલી મદદ મેળવો.
કાઉન્સેલિંગ કે મનોચિકિત્સા કેવીરીતે મદદરૂપ
થાય છે?
જ્યારે કોઈ
વ્યક્તિ તાલીમ પામેલા નિષ્ણાત કાઉન્સેલર, મનોચિકિત્સક કે ચિકિત્સા મનોવિજ્ઞાની કે
સામાજિક કાર્યકરની સાથે આપઘાત વિષે વાત કરે છે ત્યારે તેની લાગણીઓ બહાર આવે છે
,માનસિક સંતાપ અને એકલતા ઓછાં થાય છે.વળી તેને પોતાની સમસ્યાઓ ઉકેલવા માટે વિકલ્પો
મળે છે અને આપઘાત એકમાત્ર ઉપાય રહેતો નથી.આ રીતે આપઘાત ટાળી શકાય છે.
આપઘાત કરવા
માગતી વ્યક્તિને ક્યાં મદદ મળી શકે છે?
માનસિક રોગ વિભાગ
સિવિલ હોસ્પિટલ,અમદાવાદ
શ્રી સયાજી હોસ્પિટલ ,વડોદરા
શ્રી તખ્તસિંહજી હોસ્પિટલ,ભાવનગર
ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ,જામનગર
નવી સિવિલ હોસ્પિટલ.સુરત
સિવિલ હોસ્પિટલ,રાજકોટ
સોલા સિવિલ હોસ્પિટલ
માનસિક આરોગ્યની હોસ્પિટલો:
અમદાવાદ,ભૂજ,વડોદરા
અને જામનગર
માનસિક રોગ વિભાગ મ્યુનીસીપલ હોસ્પિટલો:
વી.એસ.હોસ્પિટલ,એલિસબ્રિજ
એલ.જી.હોસ્પિટલ,મણીનગર
શારદાબેન હોસ્પિટલ,સરસપુર
સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન ઇન્સ્ટિટયૂટ ઓફ મેડીકલ
એજ્યુકેશન અને રીસર્ચ,સુરત
આ ઉપરાંત ઘણી જનરલ હોસ્પિટલો તેમ જ ખાનગી હોસ્પીટલમાં
માનસિક રોગના નિષ્ણાતોની સેવાઓ મળી શકે છે.