આપઘાત
નિવારણ
પ્રાથમિક
આરોગ્ય કાર્યકર્તા માટે માર્ગદર્શન
માનસિક સ્વાસ્થ્ય વિભાગ
વિશ્વ આરોગ્ય સંસ્થા
જીનીવા
ગુજરાતી
ગુજરાતી અનુવાદ
ડો.જી.કે.વણકર
પ્રોફેસર અને હેડ, માનસિક રોગ વિભાગ,
બી.જે.મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ૩૮૦૦૧૬
ઈ-મેઈલ: drgkvankar@gmail.com
મોબાઈલ ફોન:+૯૧ ૯૯૦૪૧૬૦૩૩૮
અનુક્રમ
પ્રસ્તાવના
આપઘાત
: સમસ્યા.............................................................................................................................૪
પ્રાથમિક
આરોગ્ય કાર્યકર્તા
કેમ?..........................................................................................................૪
આપઘાત
અને માનસિક
રોગ.............................................................................................................
૫
શારીરિક
રોગ અને આપઘાત...............................................................................................................૮
આપઘાત
: સામાજિક અને વાતાવરણને લગતાં
પરિબળો......................................................................૯
આપઘાતની
વાત કરતી વ્યક્તિની મનોદશા.............................................................................................૧૧
આપઘાતની વાત કરતી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચવુ........................................................................૧૨
આપઘાત : ખોટી માન્યતા અને હકીકત......................................................................................................૧૪
આપઘાત કરવા ઈચ્છતી વ્યક્તિને કેવી રીતે ઓળખવી............................................................................૧૪
આપઘાતનું જોખમ કેવી રીતે ચકાસવું ......................................................................................................૧૪
આપઘાત કરવા ઈચ્છતી વ્યક્તિને કેવી રીતે મદદ કરવી....................................................................... ૧૬
આપઘાત કરવા ઈચ્છતી વ્યક્તિને રીફર કરવી...................................................................................૧૮
આપઘાતની વાત કરતી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચવુ........................................................................૧૨
આપઘાત : ખોટી માન્યતા અને હકીકત......................................................................................................૧૪
આપઘાત કરવા ઈચ્છતી વ્યક્તિને કેવી રીતે ઓળખવી............................................................................૧૪
આપઘાતનું જોખમ કેવી રીતે ચકાસવું ......................................................................................................૧૪
આપઘાત કરવા ઈચ્છતી વ્યક્તિને કેવી રીતે મદદ કરવી....................................................................... ૧૬
આપઘાત કરવા ઈચ્છતી વ્યક્તિને રીફર કરવી...................................................................................૧૮
સંસાધનો.........................................................................................................................................૧૯
આ
કરો, આ ન કરો..................................................................................................................................૧૯
અંતે................................................................................................................................................૨૦
અંતે................................................................................................................................................૨૦
FOREWORD
પ્રસ્તાવના
Suicide is a complex phenomenon that has attracted the attention of philosophers,
theologians, physicians, sociologists and artists over the centuries; according to the French
philosopher Albert Camus, in The Myth of Sisyphus, it is the only serious philosophical problem.
As a serious public health problem it demands our attention, but its prevention and
control, unfortunately, are no easy task. State-of-the-art research indicates that the prevention
of suicide, while feasible, involves a whole series of activities, ranging from the provision of the
best possible conditions for bringing up our children and youth, through the effective treatment
of mental disorders, to the environmental control of risk factors. Appropriate dissemination of
information and awareness-raising are essential elements in the success of suicide prevention
programmes.
In 1999 WHO launched SUPRE, its
worldwide initiative for the prevention of suicide. This
booklet is one of a series of resources prepared as part of SUPRE and addressed to specific
social and professional groups that are particularly relevant to the prevention of suicide. It
represents a link in a long and diversified chain involving a wide range of people and groups,
including health professionals, educators, social agencies, governments, legislators, social
communicators, law enforcers, families and communities.
booklet is one of a series of resources prepared as part of SUPRE and addressed to specific
social and professional groups that are particularly relevant to the prevention of suicide. It
represents a link in a long and diversified chain involving a wide range of people and groups,
including health professionals, educators, social agencies, governments, legislators, social
communicators, law enforcers, families and communities.
We are particularly indebted to Dr
Lakshmi Vijayakumar, SNEHA, Chennai, India, who
prepared an earlier version of this booklet. The text was subsequently reviewed by the following
members of the WHO International Network for Suicide Prevention, to whom we are grateful:
Dr Øivind Ekeberg, Ullevål Hospital, University of Oslo, Oslo, Norway
Professor Jouko Lønnqvist, National Public Health Institute, Helsinki, Finland
Professor Lourens Schlebusch, University of Natal, Durban, South Africa
Dr Airi Värnik, Tartu University, Tallinn, Estonia
Dr Shutao Zhai, Nanjing Medical University Brain Hospital, Nanjing, China.
The resources are now being widely disseminated, in the hope that they will be translated
and adapted to local conditions - a prerequisite for their effectiveness. Comments and requests
for permission to translate and adapt them will be welcome.
prepared an earlier version of this booklet. The text was subsequently reviewed by the following
members of the WHO International Network for Suicide Prevention, to whom we are grateful:
Dr Øivind Ekeberg, Ullevål Hospital, University of Oslo, Oslo, Norway
Professor Jouko Lønnqvist, National Public Health Institute, Helsinki, Finland
Professor Lourens Schlebusch, University of Natal, Durban, South Africa
Dr Airi Värnik, Tartu University, Tallinn, Estonia
Dr Shutao Zhai, Nanjing Medical University Brain Hospital, Nanjing, China.
The resources are now being widely disseminated, in the hope that they will be translated
and adapted to local conditions - a prerequisite for their effectiveness. Comments and requests
for permission to translate and adapt them will be welcome.
Dr J. M. Bertolote
Coordinator, Mental and Behavioural Disorders
Department of Mental Health
World Health Organization
Coordinator, Mental and Behavioural Disorders
Department of Mental Health
World Health Organization
આપઘાત
§ વિશ્વમાં વરસ ૨૦૦૦માં
દસ લાખ લોકો આપઘાતથી મરણ પામ્યા હતા.
§ વિશ્વમાં દર ૪૦ સેકન્ડે એક વ્યક્તિ આપઘાતથી મરણ પામે છે.
§ દર ત્રણ સેકન્ડે
એક વ્યક્તિ આપઘાતની કોશિશ કરે છે.
§ ૧૫ થી ૩૫ વરસનાં
વયજૂથમાં મરણનાં સૌથી પ્રથમ ત્રણ કારણોમાં આપઘાતનો સમાવેશ થાય છે.
§ આપઘાતથી થતા એક
મરણને લીધે ઓછામાં ઓછા ૬ વ્યક્તિના જીવન પર લાંબા ગાળાની અસર પડે છે.
આપઘાતથી માનસિક, સામાજિક, આર્થિક અસરો થઇ શકે છે.
આપઘાત જટિલ
સમસ્યા છે જેનું કોઈ એક જ કારણ હોતું નથી.જૈવિક, વારસો, માનસિક, સામાજિક,
સાંસ્કૃતિક અને વાતાવરણને લગતાં પરિબળો ભાગ ભજવે છે.
મુશ્કેલ પરિસ્થિતિમાં જીવતી વ્યક્તિઓમાંથી કોઈ આપઘાત કરી લે છે પરંતુ આવી (કે આના કરતા પણ વધારે
ખરાબ પરિસ્થિતિમાં ) જીવતી બીજી વ્યક્તિ આપઘાત
કરતી નથી (: આવું કેમ બને છે તે સમજાવવું મુશ્કેલ છે.
મોટાભાગના આપઘાત
અટકાવી શકાય છે.
વિશ્વના તમામ
દેશોમાં આપઘાત જાહેર આરોગ્યની સમસ્યા છે. પ્રાથમિક આરોગ્ય ક્ષેત્રે કામ કરતા લોકો
આપઘાત કરવા માગતી વ્યક્તિને ઓળખે, આપઘાતનું જોખમ કેટલું છે તે ચકાસી શકે, વ્યક્તિને
લાગણીનો ટેકો આપી શકે અને મદદ કરી શકે તેવા નિષ્ણાતને રીફર કરી શકે તે આપઘાત
અટકાવવા માટે અગત્યની રણનીતિ છે.
પ્રાથમિક આરોગ્ય કાર્યકર્તા પર કેમ
ભાર મૂકવામાં આવે છે?
૧. પ્રાથમિક
આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ જનસમુદાય સાથે લાંબા ગાળાનો ઘનિષ્ટ સંપર્ક ધરાવે છે અને
સ્થાનિક સમુદાય એમને સ્વીકારે છે.
૨. તેઓ સમુદાય
અને આરોગ્ય તંત્રને જોડતી કડી છે.
૩.ઘણા વિકાસશીલ
દેશોમાં જ્યાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓ વિકસીત નથી ત્યાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ એક
માત્ર સેવાનો સ્ત્રોત છે.
૪.સમુદાય વિશેની
એમની જાણકારી કુટુંબ, મિત્રો અને સંસ્થાઓની મદદ મેળવવામાં મદદરૂપ થાય છે.
૫.તેઓ
સાતત્યપૂર્ણ,એકધારી સેવા આપી શકે છે.
૬.તેઓ સંતાપ
અનુભવતા લોકો માટે આરોગ્ય સેવાઓમાં પ્રવેશની બારી છે.
ટૂંકમાં તેઓ ઉપલબ્ધ
હોય છે, એમનો સંપર્ક કરી શકાય છે , તેઓ જાણકારી ધરાવે છે અને સેવા આપવા માટે
પ્રતિબદ્ધ હોય છે.
આપઘાત અને માનસિક રોગો
વિકસિત અને
વિકાસશીલ , બંને પ્રકારના દેશોમાં આપઘાત માતેમાં પરિબળો બે વાત દર્શાવે છે. એક તો
આપઘાતથી મરણ પામતા લોકોમાં નિદાન થઇ શકે એવો માનસિક રોગ હોય છે.. બીજું, આપઘાત અને
આપઘાતને લગતાં વાર્તાનો માનસિક રોગ થયેલ
હોય એવી વ્યક્તિઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
આપઘાતનું જોખમ અગત્યતા
મુજબ ક્રમાનુસાર નીચે મુજબ છે :
૧.ઉદાસી રોગ
(ડીપ્રેશન)
૨.વ્યક્તિત્વ રોગ
(સમાજવિરોધી અને બોર્ડરલાઈન વ્યક્તિત્વ રોગ) જેમાં આવેગશીલતા, આક્રમકતા અને મૂડને લગતા ઝડપી ફેરફારોનો સમાવેશ થાય છે.
૩.દારૂનું વ્યસન
(અને કિશોરોમાં નશીલાં દ્રવ્યોનું સેવન)
૪.સ્કીઝોફ્રેનીયા
૫.ઓર્ગેનિક
માનસિક રોગ
૬.અન્ય માનસિક
રોગો.
આપઘાતથી મરણ
પામતા મોટા ભાગના લોકોને માનસિક રોગ હોય છે પરંતુ વિકસિત દેશોમાં એમાંના મોટાભાગના
લોકો માનસિક રોગ નિષ્ણાતને મળતા પણ નથી. આ સંજોગોમાં પ્રાથમિક આરોગ્ય
કાર્યકર્તાઓની ભૂમિકા વધારે અગત્યની બને છે.
ઉદાસી રોગ
આપઘાત કરી લેતા
લોકોમાં સૌથી મોટા પ્રમાણમાં જોવા મળતો રોગ ઉદાસી રોગ છે. આપણે સૌ કોઈ કોઈ વાર ઉદાસી, ગમગીની, એકલતા, અસ્થિર લાગણીઓ અનુભવીએ
છીએ, પરંતુ આ લાગણીઓ થોડા સમયમાં જ દૂર થઇ જાય છે. જો આ લાગણીઓ સતત ચાલે, સામાજિક સંબંધો, કામકાજ અને જીવન પર અસર કરે ત્યારે એ
રોજીંદી લાગણી ન રહેતાં રોગ બની જાય છે.
ઉદાસીરોગનાં લક્ષણો :
§ મન સતત, લગભગ આખો
દિવસ ઉદાસ રહેવું
§ રોજીંદી રસપ્રદ
બાબતોમાંથી રસ ઊડી જવો
§ ભૂખ ઓછી લાગવી,
વજન ઉતરી જવું
§ ઊંઘ મોડી આવવી, વચ્ચે વચ્ચે જાગી જવું, સવારે વહેલી આંખ ઊઘડી જવી
§ સતત થાક, અશક્તિ
§ ‘હું નકામો છું’
એવી લાગણી,’મેં ઘણાં ખોટાં કામ કર્યા છે’ એવી
દોષિત હોવાની લાગણી, ‘હવે કશું સારું જ નહીં થાય’ એવી નિરાશાની લાગણી
§ જલ્દી ખીજાઈ
જવું, રઘવાટ
§ એકાગ્ર ન રહી
શકવું, નિર્ણય લેવામાં તકલીફ ,યાદ ન રહેવું
§ વારંવાર મરણ અને
આપઘાતના વિચારો.
ઉદાસીરોગનું નિદાન કેમ થતું નથી?
ઉદાસીરોગ માટે વિવિધ ઉપચારો થઇ શકે છે પરંતુ કેટલાંક
કારણોને લીધે આ રોગનું નિદાન થતું નથી.
વ્યક્તિ ‘મને ઉદાસીરોગ છે’ એવો સ્વીકાર કરવામાં ક્ષોભ અનુભવે છે કેમકે બીજાઓ ઉદાસીરોગને ‘નબળાઈની
નિશાની’ ગણે છે.
રોજીંદા જીવનમાં પણ ઉદાસી અનુભવવી સામાન્ય છે તેથી ઘણા લોકો
આ રોજીંદી લાગણી છે કે ઉદાસી રોગ છે એ પારખી
શકતા નથી.
ઉદાસી રોગ જો શારીરિક રોગ સાથે થાય તો નિદાન વધારે મુશ્કેલ
બને છે, કેમકે ઘણીવાર શાર્રીરિક રોગોમાં જોવા મળે છે તેવા લક્ષણો ઉદાસી રોગમાં પણ
જોવા મળે છે. વળી ઉદાસી રોગ ધરાવતા ઘણા લોકો દુખાવો, કળતર ,નબળાઈ જેવાં શારીરિક
લક્ષણો સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવે છે.
દારૂનું વ્યસન
આપઘાતથી
મરણ પામનાર ૧/૩ લોકો દારૂનું વ્યસન ધરાવે
છે.
દારૂના વ્યસનીઓમાંનાં ૫-૧૦ % લોકો આપઘાતથી મરણ પામે છે.
આપઘાત કરતી વખતે ઘણા લોકો દારૂના નશામાં હોય છે.
દારૂના વ્યસનીઓમાં આપઘાત કરનાર લોકોની લાક્ષણિકતા આવી હોય છે :
§ બહુ નાની ઉંમરે દારૂના સેવનની શરૂઆત
§ લાંબા સમય માટે દારૂનું સેવન
§ વધુ પડતું સેવન
§ ખરાબ તબિયત
§ ઉદાસીની લાગણી
§ અંગત જીવન મુશ્કેલ
§ નજીકના સમયમાં ખોટ પડી હોય- જીવનસાથીનું મરણ કે છૂટાછેડા
§ કામમાં તકલીફ
આપઘાત કરે છે તે
દારૂના વ્યસનીઓ નાની ઉંમરે દારૂના સેવનની શરૂઆત કરે છે, વધુ પડતા પ્રમાણમાં સેવન કરે છે , વળી એમના ઘણા બધા કુટુંબીજનો પણ દારૂનું વ્યસન ધરાવે છે.
કિશોરાવસ્થામાં
આપઘાતની કોશિશ કે આપઘાત કરનારાઓમાં માદક દ્રવ્યોનું સેવન વધારે પ્રમાણમાં જોવા મળે છે.
સ્કીઝોફ્રેનિયા
સ્કીઝોફ્રેનિયા
ધરાવતા લગભગ ૧૦ ટકા લોકો આપઘાત કરે છે.
સ્કીઝોફ્રેનિયા માં વિચારો , વાણી અને વર્તનમાં
તકલીફ ઉભી થાય છે. વ્યક્તિ પોતાની સંભાળ બરાબર લેતી નથી, સામાજિક વર્તન,
કામકાજ વગેરેમાં મુશ્કેલી પડે છે. વિચિત્ર
વિચારો આવે છે કે બીજાને સંભળાતા ન હોય તેવા અવાજો સંભળાય છે કે બીજાઓને ન
દેખાતી હોય એવી ચીજો દેખાય છે. વ્યક્તિના વર્તન, વાણી અને લાગણીઓમાં મોટા ફેરફાર થાય છે.
સ્કીઝોફ્રેનિયા
ધરાવતા નીચેની લાક્ષણિકતાઓ ધરાવતા લોકોને આપઘાતનું વધારે જોખમ રહે છે :
§ અપરિણીત, બેકાર, યુવક
§ રોગની શરૂઆતનાં સમયગાળામાં
§ ઉદાસી રોગ
§ રોગના વારંવાર ઉથલો
§ ઉચ્ચ શિક્ષણ મેળવેલ હોય
§ કારણ વિના શંકાશીલ
સ્કીઝોફ્રેનિયા ધરાવતા લોકોને નીચેનાં સમયે આપઘાતનું વધારે જોખમ રહે છે :
§ રોગની શરૂઆતમાં જ્યારે તેઓ મૂંઝવણ અનુભવતા હોય
§ સાજા થવાની શરૂઆત થાય ત્યારે; દેખીતી રીતે તેમના લક્ષણોમાં સુધારો જણાય છે પરંતુ અંદરખાને તેઓ પોતાને જોખમ છે એવું લાગ્યા કરે છે.
§ દારૂનું સેવન અને ઉદાસીરોગ એકસાથે હોવાં કે નશીલાં દ્રવ્યોનું સેવન આપઘાતનું જોખમ એકદમ વધારી દે છે.
§ રોગ ઉથલો મારે છે ત્યારે, લક્ષણો કાબૂમાં આવી ગયાં છે એમ લાગતું હોય ત્યારે જ રોગના લક્ષણો ફરી દેખાવાં
§ હોસ્પીટલમાંથી રજા આપ્યાના શરૂઆતના સમયમાં.
શારીરિક
રોગ અને આપઘાત
કેટલાક શારીરિક રોગોમાં આપઘાતનો દર વધારે હોય છે.
ચેતાતંત્રના રોગો:
§ વાઈ: વાઈ
રોગમાં આવેગશીલતા અને આક્રમકતા જોવા મળે છે વાઈ લાંબા ગાળાનો રોગ છે , જીવન પર તે મર્યાદાઓ
લાદી દે છે. આપઘાતને લગતા વર્તનોનાં કારણ આ હોઈ શકે. દારૂ અને નશીલા દ્રવ્યોનું
સેવન આ જોખમ વધારે છે.
§ કરોડ
રજ્જુને ઈજા અને લકવો :
ઈજા જેટલી વધારે એટલું આપઘાતનું જોખમ વધારે.
કેન્સર
જીવનના અંત તરફના રોગો દા.ત.કેન્સર આપઘાતનું જોખમ વધારે છે. આપઘાતનું જોખમ
નીચેના લોકોમાં વધારે છે:
§
પુરુષો
§
નિદાન પછી તરતનો શરૂઆતનાં પાંચ વરસનો સમયગાળો
§
જ્યારે દર્દીને કેન્સરની દવાઓ – કિમોથેરપી -આપવામાં
આવે છે ત્યારે
એચ.આઈ.વી.એઈડ્ઝ
એચ.આઈ.વી. ચેપ સાથે કલંકની લાગણી જોડાયેલી છે. આગળ જતાં
સારું થવાનું નથી અને રોગનો પ્રકાર
આપઘાતનું જોખમ વધારે છે. નિદાન સમયે જ્યારે વ્યક્તિને પરીક્ષણ પછી કાઉન્સેલીંગ
કરવામાં આવ્યું હોય તે પહેલાં આપઘાતનું જોખમ વધારે હોય છે.
લાંબા ગાળાની બીમારીઓ :
નીચેની લાંબા ગાળાની બીમારીઓમાં આપઘાતનું જોખમ વધારે છે :
§
ડાયાબિટીસ
§
મલ્ટીપલ સ્ક્લેરોસીસ
§
કિડની,યકૃત અને બીજી પાચનતંત્રની લાંબાગાળાની બીમારીઓ
§
પીડાદાયક હાડકા અને સાંધાની બીમારીઓ
§
હૃદયરોગ
§
જાતીય સમસ્યાઓ
§
ચાલવાની, જોવાની કે સાંભળવાની
તકલીફમાં પણ આપઘાતનું જોખમ વધારે છે.
આપઘાત :સામાજિક અને વાતાવરણને
લગતાં પરિબળો
લિંગ:
સ્ત્રીઓ આપઘાતની કોશિશ વધારે કરે છે પરંતુ પુરૂષો આપઘાતથી વધારે મરણ પામે છે.
ઉંમર
આપઘાત બે વયજૂથોમાં વધારેમાં વધારે જોવા મળે છે .
યુવા (૧૫ થી ૩૫ વરસ)
વૃદ્ધ (૭૫ વરસથી મોટી ઉંમર )
લગ્ન :
છૂટાછેડા
લીધેલ, વિધૂર/ વિધવા ,કે કુંવારા લોકોને પરિણીતોની સરખામણીમાં આપઘાતનું જોખમ વધારે
છે.
જેઓ એકલા રહેતા હોય કે જીવનસાથીથી અલગ રહેતા હોય એમને આપઘાતનું જોખમ વધારે છે.
ધંધો:
ડોક્ટર,ઢોરના
ડોક્ટર,ફાર્માસિસ્ટ, કેમીસ્ટ અને ખેડૂતમાં સરેરાશ કરતા આપઘાતનું જોખમ વધારે છે.
બેકારી:
બેકાર
હોવાનું નહીં પણ હતી તે નોકરી ગુમાવવી એ
આપઘાત સાથે જોડાયેલ છે.
સ્થળાંતર
ગ્રામ
વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં રહેઠાણ બદલનાર, બીજા પ્રદેશ કે દેશમાંથી સ્થળાંતર
કરી આવેલ લોકોમાં આપઘાતનું જોખમ વધારે છે.
વાતાવરણને
લગતાં પરિબળો :
જીવનમાં
આવતા તણાવજનક બનાવો:
આપઘાત કરનાર લોકોમાંથી મોટા ભાગના લોકોનાં જીવનમાં આ ઘટના પહેલાંનાં ત્રણ મહિનામાં તણાવજનક બનાવો બનેલા હોય છે. દા.ત.
§ સંબધોમાં સમસ્યાઓ: જીવનસાથી, કુટુંબી જનો, મિત્રો, કે પ્રેમીઓ સાથે ઝઘડા
§ રેજેક્ષ્ણ: કુટુંબીજનો કે મિત્રોથી વિખૂટા પડવું
§ ખોટના બનાવો: આર્થિક
ખોટ, પતિ/પત્નીનું મરણ
§ કામકાજ
અને આર્થિક સમસ્યાઓ: નોકરી ગુમાવવી, નિવૃત્ત થવું, આર્થિક સમસ્યા
§
સમાજમાં બદલાવ: ઝડપી રાજકીય
અને આર્થિક ફેરફાર
§
બીજા વિવિધ બનાવો: કોઈ કારણે
શરમજનક સ્થિતિમાં મૂકાવું,ગૂનેગાર સાબિત થવાની શક્યતા
આપઘાતનું જોખમ પીડાદાયક અને લાંબાગાળાની પરિસ્થિતિઓમાં
વધારે છે.
આપઘાત માટેનાં સાધનો સહેલાઈથી ઉપલબ્ધ હોવાં
આપઘાત માટેનાં સાધનો સહેલાઈથી ઉપલબ્ધ હોવાં
આપઘાત માટે જરૂરી એવાં કોઈ સાધન-સરંજામ તત્કાલ
હાજર હોવાં એ વ્યક્તિ આપઘાત કરશે કે નહિ તે નક્કી કરવામાં અગત્યનું પરિબળ છે.આવાં
સાધનો ઉપલબ્ધ થવા ન દેવાં એ આપઘાત અટકાવવા માટે અસરકારક રણનીતિ છે.
આપઘાત જોવા :
કિશોરોમાં કેટલાક કિસ્સામાં વાસ્તવિક જીવનમાં
કે મીડિયામાં આપઘાતના કોઈ બનાવ જોવા મળ્યા હોય તે પછી આપઘાતને લગતા વર્તન વધારે બને
છે.
આપઘાતની વાત કરતી વ્યક્તિની
મનોદશા
આપઘાતની
વાત કરતી વ્યક્તિની મનોદશામાં ત્રણ લાક્ષણિકતાઓ છે :
૧.
દ્વિધા:
મોટા ભાગના લોકોને આપઘાત વિશે મિશ્ર લાગણીઓ ધરાવે છે. આપઘાતની વાત કરતી વ્યક્તિમાં
જીવવાને ઈચ્છા અને મરવાની ઈચ્છા વચ્ચે સંઘર્ષ થાય છે.જીવનની પીડાઓથી દૂર હટી જવાની
ઈચ્છા અને જીવવાની ઈચ્છા વચ્ચે દ્વંદ્વ ચાલે છે.ઘણા આપઘાતની વાત કરનારા ખરેખર મરવા
માગતા નથી- તેઓ ખરેખર તો જીવન બાબતે દુ:ખી છે . જો ટેકો મળી જાય તો જીવવાની ઈચ્છા
વધે છે અને આપઘાતનું જોખમ ઘટે છે.
૨.
આવેગશીલતા :
આપઘાત આવેગમાં આવીને લેવામાં આવતું પગલું હોય છે. બીજા આવેગની જેમ આપઘાત કરી દેવાનો આવેગ પણ ટૂંકા
ગાળાનો હોય છે, જે કેટલીક મીનીટોથી લઈને કલાકો સુઘી ચાલે છે.સામાન્ય રીતે આવો આવેગ
રોજ બ રોજ બનતા નકારાત્મક બનાવથી થઈ જાય છે, આવી કટોકટી દૂર કરી, સમય સાચવી લઇ
આરોગ્ય કાર્યકર્તા આપઘાતની ઈચ્છા ઘટાડી શકે છે.
૩.જડતા
: જ્યારે
વ્યક્તિ આપઘાતનું વલણ ધરાવે છે ત્યારે તેના વિચારો, લાગણીઓ અને પ્રવૃત્તિઓ
માર્યાદિત બની જાય છે. તેઓ સતત આપઘાત વિશે વિચારે છે અને સમસ્યામાંથી
બહાર નીકળવાના બીજા રસ્તા વિચારી શકતા નથી. તેમને છેલ્લી હદના વિચારો આવે છે.
મોટાભાગના
આપઘાતના વિચારો ધરાવતા લોકો પોતાની મરવાની ઈચ્છા અને ઈરાદો બીજાઓ આગળ વ્યક્ત કરે
છે. ‘મરવું છે ‘, ‘જીવનમાં કંઈ નથી રહ્યું ‘, ‘આના કરતાં તો મરી જાઉ તો સારું’ એમ
કહે છે. આ મદદ માટેનો પોકાર છે એમ આપણે સમજવું જોઈએ અને એની અવગણના કરવી જોઈએ
નહીં. સમસ્યા ગમે તે હોય, આખા વિશ્વમાં આપઘાત કરવાનું વિચારતી વ્યક્તિના વિચારો
અને લાગણીઓ એકસમાન હોય છે.
આપઘાત કરવા માગતી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચવું
ઘણી
વાર જ્યારે કોઈ કહે છે કે ‘ હું હવે થાકી ગયો છું ,બસ..’ અથવા ‘આવા જીવતરનો શું
અર્થ?’ત્યારે બીજાઓ એની અવગણના કરે છે કે પછે એના કરતા વધારે ખરાબ પરિસ્થિતિમાં
જીવતા બીજા કોઈનો દાખલો આપવામાં આવે છે.આમાંનો એકેય પ્રતિભાવ આપઘાતનું વલણ ધરાવનાર
વ્યક્તિને મદદરૂપ થતો નથી.
આપઘાતની
વાત કરતી વ્યક્તિ સાથે પહેલો સંપર્ક અગત્યનો છે. સામાન્ય રીતે આવો સંપર્ક ભીડ
ભરેલા કલીનીકમાં , ઘેર કે જાહેર સ્થળે થાય છે જ્યાં એકાંત મળવું મુશ્કેલ છે.
લાગણીઓ
વિચારો
ઉદાસ , ગમગીન ‘મરી જાઉં તો સારું’
એકલતા :’મને કોઈ સમજી શકતું નથી.’
લાચારી : ‘હું કશું નહીં કરી શકું.’
નિરાશા : ‘કશું સારું નહીં થાય ‘
ઓછું આત્મસન્માન : ‘હું નકામો છું.
’
૧. પ્રથમ પગલું
છે જરૂરી એકાંતમાં વાતચીત થઇ શકે તેવું શાંત સ્થળ શોધવું.
૨.બીજું પગલું
છે જરૂરી સમય ફાળવવો.આપઘાતની વાત કરતી
વ્યક્તિ પોતાના મનનો બોજ હળવો કરવા વધારે સમય માગે છે.આ માટે આપણે વધારે સમય આપવા તૈયારી રાખવી પડે.
૩.સૌથી અગત્યનું
કામ છે અસરકારક રીતે વ્યક્તિની વાત સાંભળવી . ’આપઘાતનો વિચાર કરતી વ્યક્તિ સુધી
પહોંચવું અને સાંભળવું એ પોતે જ આપઘાતી ઉદાસીની તીવ્રતા ઘટાડવામાં મોટું પગલું
છે.’
અવિશ્વાસ, ઉદાસી,
નિરાશાએ ઉભી કરેલ ખાઈને ઓળંગવા સેતુ બનાવવો અને વ્યક્તિને એ આશા આપવી કે પરિસ્થિતી
સુધરી થઇ શકે છે.
કેવીરીતે વાતચીત કરવી
|
કેવીરીતે વાતચીત ન કરવી
|
ધ્યાનથી સાંભળો, શાંત રહો.
|
વાતમાં વચ્ચે વચ્ચે અટકાવવા.
|
વ્યક્તિની લાગણીઓ સમજો.
|
આઘાત દર્શાવવો
કે લાગણીશીલ થઇ જવું.
|
સ્વીકાર અને સન્માનના અશાબ્દિક સંદેશ આપો.
|
તમારી પાસે સમય નથી એમ આડકતરી રીતે બતાવવું.
|
વ્યક્તિના અભિપ્રાયો અને મૂલ્યોને આદર આપો.
|
વડીલપણું
બતાવવું.
|
પ્રામાણિક અને સાચુકલી વાત કરો.
|
અસ્પષ્ટ ટીપ્પણી કરવી.
|
તમારી ચિંતા, સંભાળ અને ઉષ્મા બતાવો.
|
સવાલ પૂછવા.
|
વ્યક્તિની લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.
|
શાંત, મુક્ત, સંભાળ અને સ્વીકારયુક્ત તટસ્થ અભિગમ
વાતચીતને પ્રોત્સાહિત કરે છે.
§ ઉષ્મા સાથે સાંભળો
§ આદર સાથે વર્તો.
§ લાગણીઓ સમજો અને તે અંગેની સમજ શબ્દોમાં વ્યક્ત કરો.
§ આત્મવિશ્વાસ સાથે સંભાળ લો.
આપઘાત : ભ્રમ અને હકીકત
ભ્રમ
|
હકીકત
|
૧.
જેઓ આપઘાતની વાત કરે છે એ આપઘાત કરતા નથી.
|
૧.મોટાભાગે
આપઘાત કરનાર પોતે આપઘાત કરવા માગે છે એવું
કહે જ છે.
|
૨.આપઘાત
કરનાર વ્યક્તિ એ મરવાનો પાકો ઈરાદો કરી
લીધેલ છે.
|
૨. મોટા
ભાગના લોકો ‘ કરું કે ન કરું’ એવી દ્વિધા અનુભવે છે.
|
૩.આપઘાત
ઓચિંતો જ કોઈ ચેતવણી વિના થઇ જાય છે.
|
૩.આપઘાત
કરવા માગતા લોકો કોઈને કોઈ સંકેત આપે જ છે.
|
૪.કટોકટી
પછી સુધારો જણાય તો આપઘાતનું જોખમ પૂરું થઇ ગયું.
|
૪.ઘણા લોકો
સારું થવાની શરૂઆતના સમયમાં આપઘાતની કોશિશ કરે છે. અગાઉ અશક્તિ-નબળાઈ અનુભવતા
વ્યક્તિને હવે સારું થતાં શક્તિ આવે છે
અને નિરાશાજનક વિચાર વિનાશકારક પગલું
બની જાય છે.
|
૫.
આપણે બધા આપઘાત અટકાવી ન શકીએ.
|
૫.સાચું.
પરંતુ આપણે મોટાભાગના આપઘાત અટકાવી શકીએ છીએ.
|
૬.
એકવાર કોઈને આપઘાતનું વલણ થઇ જાય પછી તે કાયમી થઈ જાય છે.
|
૬.આપઘાતના
વિચારો ફરી દેખાઈ શકે છે પરંતુ તે કાયમી નથી. કેટલાક લોકોને તો એકવાર આપ્ગત્ના
વિચારો દૂર થઇ ગયા પછી ફરી કદી આવતા નથી.
|
આપઘાત કરવા માગતી વ્યક્તિને
કેવીરીતે ઓળખશો?
વ્યક્તિના
હાલના વર્તન અને પહેલાંના ઈતિહાસ વિષે જાણકારી મેળવો.
1.
ગૂમસૂમ રહેવું, કુટુંબીજનો અને મિત્રો સાથે સંપર્ક ઘટવો
2.
માનસિક રોગ
3.
દારૂનું વ્યસન
4.
ચિંતા કે ઓચિંતી ગભરામણ
5.
સ્વભાવમાં ફેરફાર: ચિડાઈ જવું,
નિરાશાવાદી વલણ, ઉદાસી કે કોઈ લાગણી જ ન થવી
6.
ભૂખમાં અને ઊંઘમાં ફેરફાર
7.
આગાઉ આપઘાતની કોશિશ
8.
પોતાને ધીક્કારવો, ‘હું
ગુનેગાર છું’ એવી લાગણી,’હું નકામો છું’ એવી લાગણી, શરમ અનુભવવી
9.
હમણાં હમણાં પડેલ ખોટ : મરણ,
છૂટા છેડા, અલગ થઇ જવું
10.
કુટુંબમાં આપઘાતથી મરણનો
ઈતિહાસ
11.
ઓચિંતી ‘તૈયારી’ વીલ કરવું
12.
એકલતાની લાગણી ,લાચારી
અનુભવવી, નિરાશા
13.
આપઘાત અંગે ચિઠ્ઠી લખવી
14.
શારીરિક બીમારી
15.
મરણ અને આપઘાત વિશે વારેવારે
વાત
આપઘાતનું જોખમ કેવી રીતે ચકાસશો?
જો પ્રાથમિક
આરોગ્ય કાર્યકર્તાને આપઘાતની શક્યતા જણાય તો નીચેનાં પરિબળોની ચકાસણી કરવી જોઈએ.
અત્યારની
માનસિક સ્થિતિ અને મરણ તથા આપઘાતને લગતા વિચારો
આત્યારની આપઘાતની
યોજના : વ્યક્તિએ શું તૈયારી કરી છે અને કેટલા સમયમાં તે આ પગલું ભરવા માગે છે
વ્યક્તિને
ટેકાનું તંત્ર (કુટુંબ , મિત્રો)
વ્યક્તિને આપઘાતના વિચારો આવે છે કે કેમ તે
જાણવાનો સૌથી સારો રસ્તો આ વિચારો વિશે પૂછવાનો છે. સામાન્ય
માન્યતાથી વિરૂદ્ધ આપઘાત વિષે પૂછવાથી આપણે કોઈને આપઘાત કરવા પ્રેરી શકતા નથી.આવો
પ્રશ્ન એ વ્યક્તિને નહીં ગમે તેમ માની લેવું જોઈએ નહીં. ખરેખર તો વ્યક્તિ તમારો
આભાર માનશે કે આ સવાલ પછી તે પોતાના
મુદ્દાઓ અને પ્રશ્નો વિશે વધારે મુક્ત રીતે વાતચીત કરશે.
કેવી
રીતે પૂછવું?
આપઘાતના
વિચારો વિષે પૂછવું સહેલું નથી. આ વિશે ધીરે ધીરે આગળ વધવું જોઈએ. કેટલાક ઉપયોગી
પ્રશ્નો નીચે મુજબ છે.
§ તમારું મન ઉદાસ રહે છે
§ તમને લાગે છે કે કોઈને તમારી કંઈ પડી નથી?
§ તમને લાગે છે કે જીવન જીવવા જેવું નથી?
§ તમને આપઘાત કરી લેવાના વિચારો આવે છે?
ક્યારે
પૂછશો?
§ જ્યારે વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીઓ વિષે વાત કરવા તૈયાર હોય ત્યારે.
§ જ્યારે વ્યક્તિ એકલતા, લાચારી વગેરે નકારાત્મક લાગણીઓ વિષે વાત કરે ત્યાર્રે
શું પૂછશો?
૧. વ્યક્તિએ ખરેખર મરવાની યોજના ઘડી કાઢી છે કે
કેમ?
§ તમે
જીવનનો અંત લાવવા કોઈ ખાસ યોજના ઘડી કાઢી છે?
§ તમે
આ કેવીરીતે કરશો એ કંઈ વિચાર્યું છે?
૨. વ્યક્તિ પાસે આપઘાત માટે કોઈ સાધનો છે કે
કેમ?
§ તમારી પાસે કોઈ દવાઓ ,પિસ્તોલ, જંતુનાશક દવાઓ કે બીજી કોઈ ચીજો છે જેનાથી તમે આપઘાત કરી શકો?
§ આ સાધનો તમારી પાસે હાજર છે?
૩.વ્યક્તિએ કોઈ સમય માળખું નક્કી કરી રાખ્યું
છે?
§
તમે આપઘાતની યોજના ક્યારે અમલમાં
મૂકવાના છો?
§
તમે ક્યારે આપઘાત આપઘાત કરવાના છો?
આપઘાતનું વલણ ધરાવતી વ્યક્તિ
માટે શું કરશો?
જો
જોખમ ઓછું હોય તો
જો વ્યક્તિને ‘આના કરતાં તો હું મરી જાઉં તો સારું’ કે ‘હવે સહન નથી થતું’ એમ કહેતો હોય પરંતુ હજી કોઈ આપઘાતની યોજના બનાવી નથી એવા વ્યક્તિ
જો વ્યક્તિને ‘આના કરતાં તો હું મરી જાઉં તો સારું’ કે ‘હવે સહન નથી થતું’ એમ કહેતો હોય પરંતુ હજી કોઈ આપઘાતની યોજના બનાવી નથી એવા વ્યક્તિ
શું કરવું?
§ લાગણીનો ટેકો આપો.
§ આપઘાતના વિચારો વિશે વધારે વાત કરો.. વ્યક્તિ ખોટ, એકલતા, નકામા હોવાની લાગણી વિશે
વાત કરશે તો એની મૂંઝવણ ઓછી થતી જશે. જ્યારે આ થશે ત્યારે વ્યક્તિ વધારે આત્મ નિરીક્ષણ કરવા સક્ષમ થશે. આ આત્મ નિરીક્ષણ ખૂબ જ અગત્યનું છે. કેમકે વ્યક્તિ પોતે જ, બીજું કોઈ નહીં, જીવવા કે મરવાનો નિર્ણય લઇ શકે છે.
§ વ્યક્તિના હકારાત્મક શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો , એમને અગાઉ પોતાની સમસ્યાઓ આપઘાતનો સહારો લીધા સિવાય કેવી રીતે હલ કરી હતી
§ વ્યક્તિને મનોચિકિત્સક કે ડોક્ટર પાસે લઇ જાઓ.
§ નિયમિત અમુક અમુક સમયના અંતરે મળો અને સંપર્ક જાળવો.
§ ચિંતા અને કરૂણાની લાગણીથી પ્રેરાઈને જ સવાલો પૂછવા.
મધ્યમ
જોખમ
વ્યક્તિને આપઘાતના વિચારો આવે છે અને યોજના પણ ઘડી છે પરંતુ તાત્કાલિક મરવાની યોજના નથી.
શું કરવું?
વ્યક્તિને આપઘાતના વિચારો આવે છે અને યોજના પણ ઘડી છે પરંતુ તાત્કાલિક મરવાની યોજના નથી.
શું કરવું?
લાગણીનો
ટેકો આપવો.આપઘાતના વિચારો વિષે વાત કરો , હકારાત્મક શક્તિઓ પર ધ્યાન લગાવો •
આ
ઉપરાંત નીચેનાં પગલાં લો.
§ વ્યક્તિ
દ્વિધા અનુભવે છે – જીવવું કે મરવું – આ દ્વિધા નો લાભ ઉઠાવો.આરોગ્ય કાર્યકર્તાએ આ
દ્વિધા પર કામ કરવું જોઈએ જેથી ધીમે ધીમે જીવવાની ઈચ્છા વધારે બળવાન થાય.
§ આપઘાતના વિકલ્પો શોધો. આરોગ્ય કાર્યકર્તાએ જુદાજુદા વિકલ્પો વિશે વાત કરવી જોઈએ , આ વિકલ્પો આદર્શ ઉકેલ ન પણ હોય , એવી આશા એ કે વ્યક્તિ આ વિકલ્પોમાંથી એકાદ વિકલ્પને તો પસંદ કરશે જ.
§ ‘કરાર’કરો.વ્યક્તિ પાસે લેખિત બાંહેધરી લો કે તે આપઘાત નહીં કરે
§
આરોગ્ય કાર્યકર્તાને મળ્યા સિવાય
§
અમુક ચોક્કસ સમય માટે
§ વ્યક્તિને
મનોચિકિત્સક, સાઈકોલોજીસ્ટ, કાઉન્સેલર કે ડોક્ટરને રીફર કરો. જેમ બને તેમ જલ્દી
એપોઇન્ટમેન્ટ મેળવો.
§ કુટુંબીજનો,
મિત્રો અને સાથીઓનો સંપર્ક સાધો અને તેમની મદદ મેળવો.
ગંભીર જોખમ
જો વ્યક્તિએ ચોક્કસ યોજના ઘડી હોય , એની પાસે એ માટેનાં સાધનો હોય, અને જો તેણે તાત્કાલિક આપઘાત કરવાની યોજના બનાવી હોય તો
જો વ્યક્તિએ ચોક્કસ યોજના ઘડી હોય , એની પાસે એ માટેનાં સાધનો હોય, અને જો તેણે તાત્કાલિક આપઘાત કરવાની યોજના બનાવી હોય તો
શું કરવું?
§ વ્યક્તિને
એકલો ન મૂકો, એની સાથે રહો.
§ વ્યક્તિ
સાથે હળવેથી વાત કરો, દવાઓ, ચાકુ, પિસ્તોલ, જંતુનાશક દવા વગેરે દૂર કરી દો.
§ ‘આપઘાત
નહીં કરું’ કરાર કરો.
§ તાત્કાલિક
માનસિક રોગના નિષ્ણાતનો સંપર્ક કરો , હોસ્પીટલમાં દાખલ કરવા ગોઠવણ કરો
§ કુટુંબીજનોને
વાત કરો. એમની મદદ મેળવો.
આપઘાતનું વલણ ધરાવતી વ્યક્તિને રીફર કરવા
ક્યારે રીફર કરવા ?
જ્યારે વ્યક્તિને
§ માનસિક રોગ હોય
§ અગાઉ આપઘાતની કોશિશ કરેલી હોય
§ કુટુંબમાં કોઈએ આપઘાત કરેલ હોય, દારૂનું વ્યસન હોય કે માનસિક રોગ થયેલ હોય
§ શારીરિક રોગ હોય
§ કોઈ સામાજિક ટેકો ન હોય
કેવીરીતે રીફર કરવા ?
§ પ્રાથમિક આરોગ્ય કાર્યકર્તાએ સમય આપી વ્યક્તિને રીફર કરવાના કારણો સમજાવવા જોઈએ.
§ એપોઇન્ટમેન્ટ.ગોઠવવી
§ વ્યક્તિને કહો કે તમે એને રીફર કરો છો એનો અર્થ તમે હાથ ઊંચા કરી દીધા છે એવું નથી.
§ નિષ્ણાતને મળ્યા પછી તમે વ્યક્તિને મળો.
§
સમયે સમયે સંપર્ક કરો.
કોણ મદદ કરી શકે?
§ કુટુંબીજનો
§ મિત્રો
§ સાથીઓ
સાધુ-સંતો
§
આપઘાત નિવારણ સંસ્થાઓ
§
આરોગ્ય નિષ્ણાતો
મદદ કેવી રીતે મેળવવી?
વ્યક્તિને વિશ્વાસમાં લઇ કોણ કોણ મદદ કરી શકે તેમ છે તે જાણો અને એવી વ્યક્તિઓ કે સંસ્થાઓનો સંપર્ક કરો.
વ્યક્તિને વિશ્વાસમાં લઇ કોણ કોણ મદદ કરી શકે તેમ છે તે જાણો અને એવી વ્યક્તિઓ કે સંસ્થાઓનો સંપર્ક કરો.
§ જો વ્યક્તિ ન પાડે તો પણ વ્યક્તિને માટે સહાનુભૂતિ ધરાવનાર કોઈકને ઓળખવાની કોશિશ કરો.
§ આપઘાતનું વલણ ધરાવતી વ્યક્તિને પહેલેથી કહો કે ક્યારેક સ્વજનો કરતાં અજાણ્યા લોકો સાથે વાત કરવી વધારે સહેલું હોય છે.કેમકે તેઓ તમારી અવગણના કરે કે દુઃખ આપે એવી શક્યતા ઓછી છે.
§ મદદ કરી શકે તેવી વ્યક્તિઓને કોઈ દોષારોપણ કર્યા સિવાય કે દોષિત હોવાની લાગણી ઊભી કર્યા સિવાય વાત કરો.
§ તમે જે કરવા ધારો એમાં મદદકર્તાઓનો ટેકો મેળવો.
§
મદદકર્તાઓની જરૂરિયાતનો ખ્યાલ રાખો..
આ કરો, આ ન કરો
આ કરો
|
આ ના કરો
|
સાંભળો,
લાગણી પારખો અને તે જણાવો.શાંત રહો.
|
પરિસ્થિતિની
અવગણના
|
ટેકો
આપો, સંભાળ લો.
|
તમને આઘાત
લાગ્યો છે એમ જણાવવું કે એકદમ ગભરામણ થવી
|
પરિસ્થિતિની
ગંભીરતા સ્વીકારો, આપઘાતનું જોખમ ચકાસો.
|
‘બધું
બરાબર થઇ જશે’ એમ કહેવું
|
આપઘાત
સિવાય બીજું શું કરી શકાય એ વિકલ્પો તપાસો.
|
‘બોલ બોલ
શું કરે છે , કરી બતાવ’ એવો પડકાર ફેંકવો
|
આપઘાતની
યોજના વિશે પૂછો.
|
સમસ્યા
મામૂલી છે એમ બતાવવું
|
સમય
મેળવો- ‘આપઘાત કરીશ નહીં’ એવી લેખિત બાંહેધરી લો.
|
ખોટું
આશ્વાસન આપવું
|
બીજું
કોણ ટેકો આપી શકે તેમ છે તે જાણો.
|
વાત
ગુપ્ત રાખીશ એમ સોગંદ લેવા
|
જો શક્ય હોય તો આપઘાત માટે ભેગા કરેલાં સાધનો
દોર કરી દો.
|
વ્યક્તિને
એકલો મૂકવોં
|
પગલાં
લો, બીજાઓને જણાવો, મદદ મેળવો.
|
|
જોખમ
વધારે હોય તો, સાથે ને સાથે રહો, એકલા ન મૂકો.
|
અંતે
તમારે
પ્રતિબદ્ધતા, સંવેદનશીલતા, જાણકારી અને બીજા માનવની ચિંતા , જીવનને સિંચવાની જરૂર
છે એવી શ્રદ્ધા – આ પ્રાથમિક આરોગ્ય કાર્યકર્તાઓને માટે મુખ્ય સાધન છે. આ શક્તિઓ
વડે તેઓ આપઘાત અટકાવી શકે છે.
ખયબ સરસ ડિટેઇલમાં લેખ છે, દારૂના દુષણ ને દૂર કરવામાં મદદરૂપ થાય એમ છે.
ReplyDelete